જૂનાગઢ વિશ્વકર્મા સમિતિ સમસ્ત લુહાર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
જૂનાગઢ, તા.૧
જૂનાગઢની શ્યામવાડી ખાતે વિશ્વકર્મા સમિતિ સમસ્ત લુહાર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી ૧૭૦ જેટલા વિદ્યાર્થીભાઈ, બહેનોને તેમજ ધોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને સમાજના અગ્રણીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, વિશ્વકર્મા સમિતિ સમસ્ત લુહાર સમાજ દર વર્ષે આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેંમજ ભગવાન વિશ્વકર્મા જન્મજયંતી પણ જ્ઞાતિના સમુહભોજન સહિતના આયોજન કરવામાં આવે છે, આ પ્રસંગે ખડીયા મહાકાળી આશ્રમના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મહાદેવભારતી બાપુ, ડો. જલપન કારેલીયા, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, તેમજ સમાજના અગ્રણી મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વકર્મા સમિતિ સમસ્ત લુહાર સમાજના પ્રમુખ અતુલભાઈ મકવાણા, મનોજભાઈ મકવાણા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


