ટ્રમ્પ ઈતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ : સર્વે

ટ્રમ્પ ઈતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ : સર્વે

(એજન્સી)      વોશીંગ્ટન તા.૧૯:
એક સર્વેના પરિણામો સૂચવે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે. રૂટ્ઠર્રર્ / ર્રૂેય્ર્દૃના સર્વે અનુસાર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે જાહેર સમર્થન ઘટી રહ્યું છે. રૂટ્ઠર્રર્ / ર્રૂેય્ર્દૃ એ સર્વેના પરિણામો જાહેર કર્યા છે. સર્વે દર્શાવે છે કે, ૪૦ ટકા અમેરિકનો ટ્રમ્પને ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ માને છે. મોટાભાગના માને છે કે, ટ્રમ્પ બિલકુલ સફળ રાષ્ટ્રપતિ રહ્યા નથી. સર્વે એ પણ દર્શાવે છે કે, ટ્રમ્પને મંજૂરી આપનારા અમેરિકનોની સંખ્યા ખૂબ ઓછી છે, જ્યારે તેમનો વિરોધ કરનારાઓની સંખ્યા ખૂબ વધારે છે. 
રિપોર્ટ અનુસાર, દેશની અસહ્ય આર્થિક કટોકટી, ઇમિગ્રન્ટ્સ સામે હિસામાં વધારો, અને ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી થયેલા અત્યાચારો આ બધા નોંધપાત્ર ટીકાનું કારણ બન્યા છે. ત્રણમાંથી માત્ર એક વ્યક્તિ ટ્રમ્પ પ્રત્યે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે. વધુમાં, ફક્ત ૧૨ ટકા લોકો તેમને એક ઉત્તમ રાષ્ટ્રપતિ માને છે. સર્વે એ પણ દર્શાવે છે કે, ૨૧ ટકા લોકો ટ્રમ્પને સરેરાશ કરતા વધુ સારા માને છે. ૫૩ ટકા અમેરિકનો ટ્રમ્પને સૌથી નિષ્ફળ રાષ્ટ્રપતિઓમાંના એક માને છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, ટ્રમ્પના સમર્થકોને ડર છે કે, તેઓ ૨૦૨૬ ની મધ્યસત્ર ચૂંટણી હારી જશે, અને કોંગ્રેસ પરનો સંપૂર્ણ નિયંત્રણ ગુમાવશે. નિષ્ણાતો માને છે કે, વધતી જતી ટીકા અને ઘટતા સમર્થનનું રેટિગ ટ્રમ્પ અને તેમના સમર્થકોને પરેશાન કરી રહ્યા છે.