હવે નેપાળે ભારત સામે શિંગડા ભરાવ્યા  જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો

હવે નેપાળે ભારત સામે શિંગડા ભરાવ્યા  જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો

(એજન્સી)          કાઠમંડુ, તા.૩૦
નેપાળ એર લાઈન્સે સોશિયલ મીડીયા પોસ્ટમાં ભારતના જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના વિસ્તારમાં બતાવતા ભારે બબાલ મચી ગઈ છે. લોકોની ટિકાને પગલે નેપાળ એરલાઈન્સે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી અને માફી પણ માંગી હતી.
ભારત-નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે તેવી એક ઘટનામાં, નેપાળની રાષ્ટ્રીય એરલાઈન્સએ ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યા હતા. આ ગંભીર ભૌગોલિક અને રાજકીય ભૂલ બદલ સોશિયલ મીડિયા પર ભારતીયોનો ભારે રોષ જોવા મળ્યો હતો. 
નેપાળ એરલાઈન્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર ભારતીય સરહદોનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું હતું.
સૌથી વધુ વાંધાજનક બાબત એ હતી કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોને ભારતના બદલે પાકિસ્તાનના ભૂ-ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ભારતની સંપ્રભુતા પરના આ સીધા પ્રહારને કારણે ઈન્ટરનેટ યુઝર્સમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો.