બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ઘટીને ૮ ટકા રહી ગઈ

બાંગ્લાદેશની રચના થઈ ત્યારે હિન્દુઓની વસ્તી રર ટકા હતી

બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ઘટીને ૮ ટકા રહી ગઈ

(એજન્સી)             ઢાકા તા.૨૪:
બાંગ્લાદેશની રચના થઈ, ત્યારે કુલ વસ્તીના ૨૦ થી ૨૨ ટકા હિન્દુઓ હતા. તે સમયે, બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ૧૦ કરોડથી ૧૫ કરોડની વચ્ચે હતી. ૧૯૭૧ થી ૨૦૨૫ વચ્ચેના ૫૪ વર્ષોમાં, બાંગ્લાદેશમાં સામાજિક, ધામિર્ક, રાજકીય અને વસ્તી વિષયક ફેરફારો થયા. આની હિન્દુ વસ્તી પર સૌથી વધુ નકારાત્મક અસર પડી છે. જો બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ૧૯૭૧ થી ૨૦૨૫ સુધી વૈશ્વિક સરેરાશ દરે (આશરે ૧.૧% પ્રતિ વર્ષ) વધી હોત, તો ૨૦૨૫ માં લગભગ ૨૧.૭ કરોડ હિન્દુઓ હોત. જોકે, બાંગ્લાદેશમાં, જ્યાં ૧૯૭૧ માં હિન્દુઓ કુલ વસ્તીના ૨૨ ટકા હતા, તેઓ હવે ૮ ટકાથી પણ ઓછા છે. આમ, ૫૪ વર્ષમાં હિન્દુઓની વસ્તી ૧૪ ટકા ઘટી છે. ૨૦૨૨ની વસ્તી ગણતરી મુજબ, બાંગ્લાદેશની કુલ વસ્તી આશરે ૧૭ કરોડ હતી. તેમાંથી હિન્દુ વસ્તી લગભગ ૧ કરોડ ૩૦ લાખ હતી. વસ્તી વૃદ્ધિ અને સ્થળાંતરના આધારે, ૨૦૨૫ સુધીમાં બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી 
અંદાજિત ૧ કરોડ ૩૦ લાખથી ૧ કરોડ ૫૦ લાખ જેટલી હોઈ શકે છે. આ બાંગ્લાદેશની કુલ વસ્તીના આશરે ૮ ટકા છે.