ઉનાનાં ધારાસભ્યં પર ગંભીર આક્ષેપ કરનાર ગુજસીટોકના આરોપીનું હાર્ટએટેકથી મોત

ઉનાનાં ધારાસભ્યં પર ગંભીર આક્ષેપ કરનાર ગુજસીટોકના આરોપીનું હાર્ટએટેકથી મોત
Kolekar Hospital

જૂનાગઢ જેલમાં ગંભીર ગુના હેઠળ બંધ અને દારૂના ધંધાને લઈ ઉનાના MLA કે.સી. રાઠોડ પર આક્ષેપ કરનારા આરોપીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા જેલ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઉના પંથકનો કુખ્યાત બુટલેગર અને ગુજસીટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહેલા ભગા ઉકા જાદવને મધરાતે હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. ​આ મામલે જૂનાગઢ જેલ અધિક્ષક ડી. એમ. ગોહિલે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.