સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડીએ ધરપકડ કરી
(બ્યુરો) સુરેન્દ્રનગર તા.૨૪ :
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદારને ત્યાં ઈડી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ગત મોડી રાત્રીના સુરેન્દ્રનગર નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડીએ
ધરપકડ કરી છે.અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં પહોંચી છે. જયા સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ૧૪ દિવસના રિમાન્ડની માગ કરાશે.
વઢવાણમાં રહેતાં નાયબ મામતલદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ગઈ કાલે સવારે ૫ વાગ્યે ઇડી તપાસ અર્થે ત્રાટકી હતી. અને સાંજે સુધી ઘરમાં કોઇને પ્રવેશ કરવા દીધો ન હતો. ૮ કલાકમાં એક વૃદ્ધા ઘરમાંથી બહાર આવ્યા હતા. જેમને આંગણામાં જ રોકી દેવાયા હતા. ચંદ્રસિંહ મોરીની ક્લાર્ક તરીકે નિમણૂંક થઇ હતી.


