રૂા.20 લાખના ખંડણી કેસમાં કીર્તિ પટેલને જામીન મળ્યાના 24 કલાકમાં ભવનાથ પોલીસ સમક્ષ હાજર
ગઈકાલે (23 ફેબ્રુઆરી)ના રોજ કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં નોંધાયેલ ખંડણીના કેસમાં જામીન અરજી કોર્ટે મંજુર કરાયા બાદ આજે સવારે મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે નોંધાયેલ ગુનામાં ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે બપોર બાદ 24 કલાકની અંદર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.


