જૂનાગઢ જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા રાઉન્ડ-ધી-કલોક ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

કટોકટીની સ્થિતિમાં કંટ્રોલરૂમ નંબર (૦૨૮પ) ૨૬૩૩૪૪૬/૭/૮  અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭નો સંપર્ક કરી મદદ મેળવી શકાશે

જૂનાગઢ જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા રાઉન્ડ-ધી-કલોક ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત
AI IMAGE

જૂનાગઢ,તા.31
જૂનાગઢ  જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જૂનાગઢના ફોન નં. ૦૨૮૫-૨૬૩૩૪૪૬, ૦૨૮૫-૨૬૩૩૪૪૭, ૦૨૮૫-૨૬૩૩૪૪૮ તેમજ ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરી શકશે.
આ ઉપરાંત જિલ્લાના તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરોના સંપર્ક નંબરો આ મુજબ છે: જૂનાગઢ – ૦૨૮૫-૨૬૩૬૫૯૫, કેશોદ – ૦૨૮૭૧-૨૩૬૦૪૩, માંગરોળ – ૦૨૮૭૮-૨૨૨૦૦૯, મેંદરડા – ૦૨૮૭૨-૨૪૧૩૨૯, માળીયા હાટીના – ૦૨૮૭૦-૨૨૨૨૩૨, વંથલી – ૦૨૮૭૨-૨૨૨૦૪૬, વિસાવદર – ૦૨૮૭૩-૨૨૨૦૫૬, માણાવદર – ૦૨૮૭૪-૨૨૧૪૪૦ અને ભેસાણ – ૦૨૮૭૩-૨૫૩૪૨૬.
જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમ માટે ૦૨૮૫-૨૬૨૦૮૪૧, ૦૨૮૫-૨૬૩૦૮૪૧ તથા મોબાઇલ નં. ૮૯૮૦૦૧૫૪૬૯ પર પણ સંપર્ક કરી શકાશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ આપત્તિ સંબંધિત ઘટના, જાનહાનિ, રસ્તા બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા, પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઇમરજન્સી અંગે તાત્કાલિક ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર જાણ કરી તંત્રને સહયોગ આપે. સાથે જ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર વિશ્વાસ રાખવા તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.