મિયાણી ગામે કોડીલા સીમમાં જાહેરમાં રમતા જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧
પોરબંદર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણીયા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોરબંદર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે પોરબંદર એલ.સી.બી. દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ની ટીમે મિયાણી મરીન પોલીસ સ્ટેશન મિયાણી ગામે વાછારા ડાડાના મંદિર થી કોડીલા સીમ વિસ્તારમા જાહેરમાં જુગાર રમતા કુલ ૫ શખ્સોને ઝડપી પાડી રૂા.૨૦,૬૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. મિયાણી ગામ વાડી વિસ્તાર વાછારા ડાડાના મંદિર થી કોડીલા સીમ વિસ્તારમા જાહેરમાં જુગાર રમતા જાહેરમાં જુગાર રમતા (૧) સવદાસ ઉર્ફે એસ.કે. કારાભાઇ ગોઢાણીયા ઉ.વ.૨૭ રહે. ભાવપરા ગામ ખારા સીમ તા.જી.પોરબંદર,(૨) રામ ભગતભાઇ ઓડેદરા ઉ.વ.૨૫ તથા (૩) અરજન ગીગાભાઇ મોઢવાડીયા ઉ.વ.૪૧,તથા (૪) દેવશી અધુરભાઇ મોઢવાડીયા ઉ.વ.૩૭ તથા (૫) રામ કરશનભાઇ અમર ઉ.વ.૨૭ રહે. તમામ ચંદ્રાવાડા ગામ લીરવા વાડી વિસ્તાર તા.કલ્યાણપુર જી. દેવભુમી દ્રારકાવાળાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગંજીપત્તાના પાના તથા રોકડા રૂા.૨૦,૬૦૦ મળી કુલ રૂા.૨૦,૬૦૦નો મુદામાલ કબજે કરાયો હતો. આ અંગે મિયાંણી મરીન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધાયો છે.


