ઉના તાલુકાનાં નાથળ ગામની સીમમાં ગાંજાનું વાવતેર કરતા ખેડુતની ધરપકડ
(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.૧
ઉનાના નાથળ ગામની સીમમાં બાજરાના પાક વચ્ચે વાવેલ ગાંજાનું વાવેતર ઝડપી પાડતી રેન્જ એસ.ઓ.જી. ટીમ ૫ કિલો ૪૩૦ ગાંજાે જેની કિંમત રૂા.૨,૭૯,૫૦૦ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂા.૨,૮૦૦૦૦ સાથે નાથળ ગામના એક ખેડૂતને પકડી પાડ્યો છે.
આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ રેન્જના ડી. આઈ. જી. પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી ગેર કાયદેસર પ્રવૃતિ કરતા શક્ષો સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી તેથી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. દિલીપસિંહ એમ કાગડા, ઊનાના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.પરમારની સાથે એ.એસ.આઇ. પ્રતાપસિંહ માનસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ બાલુભાઈ, મહેન્દ્રભાઈ બાબુભાઈ, રણજીતસિંહ મેરૂભાઈ વગેરેની ટીમ ઊના વિસ્તારમાં હોય બાતમી મળી હતી કે, ઊના તાલુકાના નાથળ ગામની એક સીમ કોસરી સીમ વિસ્તારમાં માં નાથળ ગામના ખેડૂત વિનુભાઈ ભીખાભાઇ બાંભણિયા (ઉ.વી.૪૦)એ ગાંજાનું વાવેતર કરવામાં આવેલ હોય તુરંત સ્ટાફ સાથે પહોંચી તપાસ કરતા ખેડૂતના ખેતરમાં બાજરાના અને મકાઈના પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરી સુકવવા મુકેલ હતા. લીલા ગાંજાના ચાલીસથી વધુ છોડ જેનું વજન કરતા ૫ કિલો ૫૯૦ ગ્રામ કબ્જે કરેલ છે જેની અંદાજિત કિંમત ૨,૭૯૫૦૦ રૂપિયા તેમજ એક મોબાઈલ ફોન રૂપિયા ૫૦૦ મળી કુલ રૂપિયા ૨,૮૦૦૦૦નો કબજાે લઈ આરોપી સામે એન.ડી.પી. એસ.ની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી તેની તપાસ ઊનાના પી. એસ. આઈ. આર. પી. જાદવ કરી રહ્યા છે. ખેડૂતે પોલીસ પાસે એવું નિવેદન આપ્યું છે કે, આ ગાંજાનું તે સુકાઈ જાય પછી વેચાણ કરવાનો હતો. ઊના ગીરગઢડા તાલુકામાં ગાંજાનું વિપુલ પ્રમાણમાં ગેર કાયદેસર વાવેતર થતું હોય અગાઉ ગીરગઢડા ગામે ગત તા.૨૬/૨/ર૦૨૬ના એક ખેડૂતના ખેતરમાંથી ૫૫ કિલો ૨૭ લાખ ૬૬ હજારનો ગાંજાે પકડી પાડ્યો હતો તેમજ ગત ફેબ્રુઆરી ૨૬માં ગીરગઢડા તાલુકાના જરગલી ગામની સીમમાં ૧૧ કિલો ૯૩૬ ગ્રામ ગાંજાેનું વાવેતર રૂપિયા ૫,૯૬૮૦૦નો પકડી પાડ્યો હતો.



