ખેતી બેંકનો વર્ષ ૨૦૨૫-૨૬નો આશરે રૂા. ૧૧૧ કરોડનો વિક્રમજનક નફો જાહેર કરતા બેંક્ના ચેરમેન ડોલર કોટેચા
જૂનાગઢ તા. 1
દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી માનનીય અમિતભાઈ શાહના “સહકારથી સમૃદ્ધિ” ના મંત્રને સાર્થક કરતી ગુજરાતના ખેડુતોની પોતાની બેંક ખેતી બેંકની વડી કચેરીએ બેંક્ની પ્રણાલિ મુજબ નાણાકિય વર્ષ 2025-26 ના અંતિમ દિવસે 31મી માર્ચે યોજાયેલ મીટીંગમાં નાણાંકીય વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ. નાણાકીય વર્ષ : 2025-26 માં બેંકે આશરે રૂ.111.00 કરોડનો ગ્રોસ નફો જાહેર કરેલ છે અને આશરે રૂ.80.05 કરોડનો અનઓડીટેડ પ્રોવિઝનલ નેટ નફો જાહેર કરવામાં આવેલ છે. બેંકનું સ્વભંડોળ રૂ.733.67 કરોડ, ધિરાણ રૂ. 1127.84 કરોડ, થાપણો રૂ. 384.43 કરોડ એકત્રિત થયેલ છે. છેલ્લા ચાર વર્ષથી 0% નેટ એન.પી.એ. ધરાવતી દેશની સૌપ્રથમ બેંક બનેલ છે.
બેંક્ના ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચાએ બેંકે કરેલ વિક્રમજનક નફા માટે બેંકના કાર્યવાહક મંડળના સદસ્યશ્રીઓ, પ્રતિનિધિ-સભ્યોએ તેમજ બેંક સાથે જાેડાયેલા તમામ ખેડૂત ભાઈઓએ આપેલ સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરેલ. બેંક દ્વારા મેળવેલ સિદ્ધિ બદલ બેંક્ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવેલ છે.


