ગીર સોમનાથ જીલ્લામાં ભાજપ દ્વારા સેન્સ લેવાની કાર્યવાહીનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા)
ગીર સોમનાથ તા. ૧
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આગામી ચુંટણીને ધ્યાને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લામાં બે દિવસનાં કાર્યક્રમનો પ્રારંભ થયો છે. વેરાવળ અને ઉના બે ઝોનમાં આયોજન કરવામાં આવેલ છે. ટીકીટ માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. બાયોડેટા સાથે મોટી સંખ્યામાં દાવેદારી નોંધાય છે. ૬ પ્રદેશ નિરીક્ષકોની પણ નિમણુંક કરવામાં આવી છે. અને સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જીલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમારે કાર્યકરોને સેન્સ પ્રક્રિયામાં જાેડાવા અપીલ કરી છે. દરમ્યાન ભાજપ દ્વારા આગામી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચુંટણી માટે યુવા ચહેરાઓને તક આપવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.


