ગિરનારી ગ્રુપ દ્વારા શિવોત્સ મીની કુંભમાં ભારતી આશ્રમ ખાતે રક્તદાન કેમ્પ તથા પ્રાથમિક સારવાર કેન્દ્રનો થયેલ પ્રારંભ
જૂનાગઢ તા. ૧૨
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ગીરીવર ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં ભારતી આશ્રમ ખાતે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શિવોત્સવ (મીની કુંભ) - ૨૦૨૬ માં જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર, પ્રાથમિક સારવાર કેન્દ્ર તથા ફિઝિયોથેરાપી કેમ્પનું આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સ્વામી હરિહરાનંદભારતીજી મહારાજ મહંત જૂનાગઢ, સરખેજ, કેવડિયા, વાક્યા તથા સાધુ સંતો ના વરદ હસ્તે વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવેલો હતો. જેમાં આજે પહેલા દિવસે આ મિનિ કુંભમાં પુણ્યનું ભાથું બાંધવા આવેલ ભક્ત ગણો દ્વારા રક્તદાન કરવામાં આવેલ હતું અને પ્રાથમિક સારવાર કેન્દ્રનો પણ લાભ લેવામાં આવી રહ્યો છે તેમ યાદીના અંતે જણાવેલ હતું.


