પ્રિ-મોન્સુન કામગીરી નહીં થતા માણાવદરમાં ભાજપ શાસિત પાલિકા સામે મહિલાનો ભભૂકેલો રોષ
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર તા.18
માણાવદરમાં ભાજપ શાસિત પાલિકા સામે સમગ્ર શહેરની જનતા પ્રિ-મોન્સુન કામગીરી સામે રોષ દિન પ્રતિદિન વધે છે. મિતડી રોડ સરકારી હાઇસ્કુલ રોડ ઉપર આવેલી મોટી ગટર કાદવ-કીચડથી ખદબદે છે. યોગીપરા વિસ્તારમાં ગટર જામ થઈ ગઈ છે. આથી આ વિસ્તારની મહિલાઓ પ્રશ્ને પાલિકાએ રજૂઆત કરવા ગયેલ હતા. ચીફ ઓફિસર હાજર ન હતા પણ ર્જ પરેશ જોશી હાજર હોય આ પ્રિ-મોન્સુન કામગીરી અંગે રજૂઆત કરી હતી તેનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. એક બાજુ ચોમાસું આવી ગયું છે ત્યારે આ પ્રિ-મોન્સુન કામગીરી વહેલી પૂર્ણ કરવાની હોય છે તે થયી નથી જેથી અનેક વિસ્તારમાંથી દિન પ્રતિદિન પ્રિ-મોન્સુન કામગીરી સમયે ફરિયાદો ઉઠી રહી છે. જો આ કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો માણાવદરમાં ગત વર્ષે ભારે વરસાદમાં પૂર હોનારત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને પાલિકાની બેદરકારી ન કારણે આમ જનતા નુકસાની વેઠવી પડશે. તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


