જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરાયું

જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧ર
ભવનાથનો મહા શિવરાત્રી મેળો મીની કુંભ મેળો તરીકે જાહેર થયો છે ત્યારે જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટર ચાલું કરવા આવ્યું છે. જે મેળામાં આવતા મહિલા યાત્રાળુઓને માર્ગદર્શન માહિતી જેવી કે મેળા રૂટ પાર્કિંગ મેળાને લગતી માહિતી મળી જશે અને બહારગામથી આવતા વિકલાંગ શ્રધ્ધાળુઓ માટે વ્હિલચેરની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે બસ સ્ટેન્ડ પ્લેટફોર્મ ઉપરથી મેળામાં જવા માટેની બસ સુધી પહોંચવામાં મદદ કરશે.