સોમવારથી નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ થશે
નોટબુક - યુનિફોર્મમાં 20 ટકાનાં ભાવવધારાએ વાલીઓની કમર તોડી નાખી
જૂનાગઢ તા. 6
ઉનાળુ વેકેશન પુરૂં થવામાં છે. આગામી તા.8 જુન, સોમવારથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે અને શાળાઓ ખુલી જશે. ત્યારે તે અંગેની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. શાળામાં પ્રવેશથી લઈ પાઠયપુસ્તકોની ખરીદી, યુનીફોર્મની ખરીદી થઈ રહી છે. દરમ્યાન નોટબુક, યુનિફોર્મમાં 20 ટકાનાં ભાવવધારાએ વાલીઓની કમર તોડી નાખી હોવાનો ઘાટ સર્જાયો છે.
ઉનાળાનું 35 દિવસ જેટલું વેકેશન આ વર્ષે મળ્યું છે અને બાળકો, વિદ્યાર્થીઓ અભ્યાસની પ્રવૃતિમાંથી વેકેશનમાં અલિપ્ત રહયા છે.
બાળકો, વિદ્યાર્થીઓનાં કલશોરથી ગુંજી ઉઠતી શાળાઓ બંધ પડી છે. વેકેશનનાં સમયમાં ઉનાળાની અસહય ગરમીનાં પ્રકોપને કારણે જનજીવન પ્રભાવીત રહયું છે. ગરમીથી અકળાઈ ઉઠેલા બાળકો, વિદ્યાર્થીઓ ઉનાળાનું વેકેશન પડતા જ મોજમાં આવી ગયા હતા. અને વેકેશનમાં મામાના ઘરે અથવા તો નજીકનાં સગા-સ્નેહીજનોનાં ઘરે જતા રહયા અને થોડા દિવસોની મહેમાનગતી પણ બાળકો, વિદ્યાર્થીઓને માણવા મળી. આ ઉપરાંત બાળકો, વિદ્યાર્થીઓને પરિવારજનો સાથે રહેવા મળ્યું, ઉપરાંત ફરવા લાયક સ્થળોએ જવાનાં કાર્યક્રમો પીકનીકનાં કાર્યક્રમો સતત યોજાતા રહયા અને ગરમીનાં કંટાળાજનક દિવસો વિતાવવા લાગ્યા, હસ્તા-હસ્તા, મોજ માણતા બાળકો -વિદ્યાર્થીઓને હવે અભ્યાસમાં લાગી જવાનો સમય આવી પહોંચ્યો છે. ગરમીનાં કારણે વેકેશન લંબાવવામાં આવશે તેવી ચર્ચાઓ અને અટકળો થતી રહી પરંતુ આ અંગેનો કોઈ પરીપત્ર જારી થયો નથી. જેથી આગામી તા.8 જુન સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવનાર છે. શાળાઓ ખુલતાજ બાળકો, વિદ્યાર્થીઓનાં પ્રવેશની કામગીરી ઉપરાંત પાઠયપુસ્તકો, યુનીફોર્મની ખરીદી સહીતનાં કાર્યો હાથ ધરવામાં આવી રહયા છે. બીજી તરફ શાળા સંચાલકો સરકારી શાળાઓ, વગેરેમાં પણ નવા શૈક્ષણીક સત્રની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં શાળાઓ સોમવારથી શરૂ થઈ રહી છે. ત્યારે બાળકો, વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાની તૈયારી સાથે સજ્જ કરવામાં આવી રહયા છે.


