દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની બજેટ સામાન્ય સભા : પેપરલેસ ડીજીટલ અંદાજપત્ર રજૂ કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની બજેટ સામાન્ય સભા : પેપરલેસ ડીજીટલ અંદાજપત્ર રજૂ કરાશે

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧ર
આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનું બજેટ આવતીકાલે યોજાનાર સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા એસ. જાડેજા દ્વારા રજૂ કરવામાં આવશે. આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બપોરે ૩ કલાકે રજૂ કરવામાં આવનાર અંદાજપત્ર કોઈપણ જાતના પેપર વગરનું પેપરલેસ બજેટ હોય અનોખો રેકોર્ડ થશે. કોઈપણ કાગળનો ઉપયોગ કર્યા વગર સ્કેનરનો ઉપયોગ કરી કયુઆર કોડ ખોલીને જિલ્લાનો કોઈપણ શહેરી અને ગ્રામીણ નાગરીક આ અંદાજપત્ર જોઈ શકે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય આ વખતનું અંદાજપત્ર વિશિષ્ટ બની રહેશે.