વડોદરામાં કફ સીરપ પીધા બાદ પાંચ વર્ષની બાળકીનું મોત

વડોદરામાં કફ સીરપ પીધા બાદ પાંચ વર્ષની બાળકીનું મોત

(બ્યુરો)            વડોદરા તા.૧૯
વડોદરા શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીના માસીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી-ખાંસીની સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત એકાએક લથડી હતી, જે તેના મૃત્યુનું કારણ બની છે.