જૂનાગઢ શહેર જીલ્લામાં જુગાર દરોડા - ૯ મહિલા સહિત ૪૩ ઝડપાયા

જૂનાગઢ શહેર જીલ્લામાં જુગાર દરોડા - ૯ મહિલા સહિત ૪૩ ઝડપાયા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢ સહિત જીલ્લામાં પોલીસે જુગાર અંગે દરોડાઓ પાડી ૯ મહિલા સહિત ૪૩ને જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિસાવદર પોલીસે નાની મોણપરીથી ઘંટીયાણ ગામે વચ્ચે જાહેરમાં જુગાર રમતા શૈલેષ પુના પાટડીયા, અક્ષય દિનેશ પરડવા, નાસીર અલારખા પરમાર, સોમા ગોકળ કટારીયા, નિર્મલ જશા કુવાડીયા, અજય વિઠ્ઠલ ડારાવડીયા, હિતેશ વ્રજલાલ ડાંગર, નિલેશ વિહા કટારીયા અને સંજય વિઠ્ઠલ પાટડીયાને રૂા.૧ર૪૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે વંથલી પોલીસે ટીનમસ ગામે જાહેરમાં જુગાર રમતા ભુપત ચના જંજવાડીયા, મહેશ રમેશ ચાવડા, અશ્વિન કરમશી જંજવાડીયા, કીશન કરમણ જંજવાડીયાને રૂા.૪રર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ. જૂનાગઢ તાલુકા પોલીસે કેમ્બ્રીજ યમુનાનગરમાં રહેતા દિલશાનાબેન જાવેદભાઈ સુમરાના રહેણાંક મકાને જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી દિલશાનાબેન સહિત જુગાર રમવા આવેલ વસીમ મહમદ સીડા, આરીફ મામદભા સમા, હસન આમદ સમા અને મહેન્દ્ર જયેશ પરમારને રૂા.૩૧રપ૦ રોકડ સહિત ૩ મોબાઈલ મળી કુલ રૂા.૪૧૭પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. મેંદરડા પોલીસે સાતવડલા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રાજેશ રમેશ ખાવડુ, મુસ્તાક મામદ મોરી, ધર્મેશ નાથા ચાંદેગરા, રાજુ કાળા રાણોલીયા, શારદાબેન વલ્લભ દેગામા અને શોભનાબેન શાંતીલાલ પોપટભાઈ પરમારને રૂા.૧ર૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ અને મેંદરડા પોલીસે ઝીંઝુડા ગામે જાહેરમાં જુગાર રમતા  ઉતમ મેરામ ધંધાણીયા, ભરત નાથા ચૌહાણ, પિયુષ ભનુ ચૌહાણ, સંજય દેવજી ધંધાણીયા, પ્રફુલ વિનુ ગોહેલ, ભાવનાબેન ઉત્તમ ધંધાણીયા, મનીષાબેન સંજય ધંધાણીયા, કાજલબેન પ્રફુલ ગોહેલ, ગીતાબેન વિનુ ગોહેલ, જાેષનાબેન વિજય સોલંકી અને કંચનબેન કાળુ ધંધાણીયાને રૂા.૧૦૪૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ અને કેશોદ પોલીસે ઈન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા કીરીટ અરજણ ચુડાસમા, રમેશ મેઘા રાઠોડ, શૈલેષ સુરેશ રાઠોડ, રવજી ભીમા વાળા, દેવશી ડાયા મુછડીયા, મુકેશ અમુ લુણસીયા, નાનજી દેવશી પરમાર અને સાગર વજુ રાઠોડને રૂા.૧૦૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.