ઉના તાલુકાનાં નાંદરખ ગામે વૃધ્ધ ઉપર સિંહનો હુમલો પાંચ દિવસમાં બીજી ઘટના બની : ભયનો માહોલ
ગીર સોમનાથ તા. ર૯
ઉના તાલુકાનાં નાંદરખ ગામે ૭૦ વર્ષનાં વૃધ્ધ ઉપર સિંહનાં હુમલાનો બનાવ બનવા પામ્યો છે. આ અંગે મળતી વિગત અનુસાર વહેલી સવારે ખેતરનાં મકાનની બહાર ભૂપતભાઈ ગોહિલસુતા હતા તે દરમ્યાન સિંહે હુમલો કર્યો હતો અને તેમને ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત ભૂપતભાઈ સારવાર માટે ઉના સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં વન વિભાગનાં કર્મચારીઓ હોસ્પીટલ ખાતે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા પણ નાંદરખ ગામે એક યુવાન ઉપર સિંહે હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં સિંહનાં આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલીંગ અને જંગલી પ્રાણીઓને જંગલમાં ખસેડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


