જૂનાગઢમાં ઉપરકોટનાં કિલ્લાની મુલાકાતે આવનાર યાત્રાળુઓ પાસેથી પાર્કીંગનાં નામે અનઅધિકૃત ઉઘરાણા કરવામાં આવે છે : જીલ્લા પોલીસ વડાને રજુઆત

જૂનાગઢમાં ઉપરકોટનાં કિલ્લાની મુલાકાતે આવનાર યાત્રાળુઓ પાસેથી પાર્કીંગનાં નામે અનઅધિકૃત ઉઘરાણા કરવામાં આવે છે : જીલ્લા પોલીસ વડાને રજુઆત

જૂનાગઢ તા. 30
જૂનાગઢનાં ઐતિહાસીક ઉપરકોટની મુલાકાતે આવનારા યાત્રાળુઓ પાસેથી અનઅધિકૃત પાર્કીંગનાં નામે પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે. આ અંગે વન મેન આર્મી જૂનાગઢનાં સંયોજક કીરીટ સંઘવીએ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તેમજ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈને એક પત્ર પાઠવી અને તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢમાં ઉપરકોટમાં કિલ્લો જાેવા આવનાર તથા આજુબાજુનાં યાત્રાના સ્થળોએ આવતા જતા યાત્રીકો પાસેથી કેટલાક શખ્સો દ્વારા પાર્કીંગની રકમ ઉઘરાવવામાં આવે છે જેમાં મહેતા નિદાન કેન્દ્ર સ્થાનકવાસી જૈન સંઘવીની વાડીની સામે આવેલ રામજી મંદિરમાં ગૌશાળાના લાભાર્થે તેવા બોર્ડ સાથે વાહનની પાર્કીંગની ફી ઉઘરાવવામાં આવે છે અને તે મતલબનું બોર્ડ પણ ત્યાં રાખવામાં આવેલ છે. જે જગ્યા પાર્કીંગની કહે છે તે રામજી મંદિરની બહારની કોર્પોરેશનની જમીન છે. આથી પાર્કીંગ માટે પૈસા ઉઘરાવી શકાય નહી તેવી જ રીતે જય માતાજી પાર્કીંગના નામે વાહન પાર્કીંગની ફી તે વિસ્તારમાં ઉઘરાવવામાં આવે છે અને જણાવે છે કે તેમણે મિલ્કતના માલીક પાસેથી રૂા. 40000માં જમીન ભાડે રાખેલી છે માટે પાર્કીંગની ફી વસુલ કરી શકે. આમ અનઅધિકૃત પાર્કીંગનાં નામે યાત્રાળુઓ પાસે પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની ફરીયાદ અને જાણ થતા એક જાગૃત નાગરીક તરીકે આ અંગે માહિતી સાથેનો વિસ્તૃત પત્ર પાઠવવામાં આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલીક તપાસ કરી અને જવાબદારો સામે યોગ્ય પગલા ભરવાની માંગણી વનમેન આર્મીનાં સંયોજક કીરીટ સંઘવીએ કરી છે.