વડાપ્રધાન મોદીને ઈઝરાયેલનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ નેસેટ’ અપાયું
(એજનસી) તેલ અવીવ તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
બે દિવસના ઈઝરાયલ પ્રવાસે પહોંચ્યા છે.
મોદીએ ઈઝરાયલની સંસદ ‘નેસેટ‘ને સંબોધિત કરી. આ દરમિયાન તેમને સંસદનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ આપવામાં આવ્યું. નેસેટને સંબોધિત કરતા મોદીએ ઈઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું: અમે તમારી પીડા સમજીએ છીએ, ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડિત છે. ભારત ઈઝરાયલની સાથે ઊભું છે.
જ્યારે નેતન્યાહુએ કહ્યું, ‘મોદી મારા ભાઈ જેવા છે, મારા દિલમાં તેમના માટે ખાસ જગ્યા છે.’
તેમણે મોદીને એશિયાના સિંહ અને દુનિયાના સન્માનિત નેતા ગણાવ્યા.


