ટ્રમ્પનાં શાસનમાં અર્થતંત્ર કથળ્યું : મોંઘવારી વધી બહુમતિ અમેરીકનો ટ્રમ્પથી ભારે નારાજ

ટ્રમ્પનાં શાસનમાં અર્થતંત્ર કથળ્યું : મોંઘવારી વધી બહુમતિ અમેરીકનો ટ્રમ્પથી ભારે નારાજ
Gallup News

(એજન્સી) વોશિંગ્ટન,તા.૪
ડોનાલ્ડ ટ્રમ્પ મોટા-મોટા વાયદા આપીને બીજીવાર પ્રેસિડેન્ટ બન્યા હતા પરંતુ તેમના અત્યારસુધીના કાર્યકાળમાં તેમણે આપેલા વચનો હથેળીમાં બતાવાયેલા ચાંદ જેવા પૂરવાર થયા હોય તેવું અમેરિકન્સને લાગી રહ્યું છે. 
અમેરિકન્સનો મૂડ જાણવા માટે કરવામાં આવેલા એક પોલમાં એવું જાણવા મળ્યું છે કે, ૬૬ ટકા અમેરિકન્સને એવું લાગે છે કે દેશ ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે અને વધી રહેલી મોંઘવારી માટે ૫૯ ટકા અમેરિકન્સે ટ્રમ્પ અને તેમની નીતિઓને જવાબદાર ઠેરવ્યા છે.
આ ઉપરાંત અડધાથી વધુ અમેરિકન્સનું એવું માનવું છે કે, ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ ઈકોનોમીની હાલત બદતર થઈ ગઈ છે, એટલું જ નહીં બહુમતી અમેરિકન્સ એવું પણ માની રહ્યા છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પની સાથે-સાથે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સને હાલ દેશ કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેની કશીય સમજ નથી. આર્થિક સ્થિતિ ઉપરાંત સતત લાંબા ખેંચાઈ રહેલા શટડાઉનને કારણે પણ અમેરિકન્સ ચિંતિત છે.