એબેસ્ટીન ફાઈલ્સથી ભારતીય રાજકારણમાં પણ ભૂકંપ આવશે : જીગ્નેશ મેવાણીનો ધડાકો

ટ્રમ્પે સંડોવતી એબેસ્ટીન ફાઈલ્સ આંતરરાષ્ટ્રીય સેકસ રેકેટ  અમેરીકામાં ૧૯ થી ર૩ ડીસેમ્બર વચ્ચે જાહેર કરાશે

એબેસ્ટીન ફાઈલ્સથી ભારતીય રાજકારણમાં પણ ભૂકંપ આવશે : જીગ્નેશ મેવાણીનો ધડાકો

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૬:
કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટના કુખ્યાત આરોપી જેફરી એબસ્ટિનની ફાઇલો અંગે સનસનીખેજ દાવો કર્યો છે કે તેમાં ભારતના બે મોટા માથાઓના નામ છે, જેમાં એક ભાજપના સાંસદ હોવાની શક્યતા છે. મેવાણીના મતે ૧૯થી ૨૩ ડિસેમ્બર દરમિયાન અમેરિકામાં આ અંગે મોટો ખુલાસો થશે, જેનાથી ભારતીય રાજકારણમાં સુનામી આવી શકે છે.  બીજી તરફ પ્રશાંત ભૂષણે પણ એકાદ મહિના પહેલા મોટા ગજાના ઉદ્યોગપતિ અને એબસ્ટિન વચ્ચેના કથિત ચેટ્સ વાયરલ કરતા મામલો ગરમાયો છે.ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા જિજ્ઞેશ મેવાણીએ જેફરી એબસ્ટિન પ્રકરણમાં ભારતીય કનેક્શન અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે અમેરિકામાં આગામી ૧૯થી ૨૩ ડિસેમ્બરની વચ્ચે એબસ્ટિન કેસ સાથે જોડાયેલી વધુ વિગતો અને નામો જાહેર થવાની સંભાવના છે. મેવાણીના જણાવ્યા અનુસાર, આ યાદીમાં ભારતના બે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિઓના નામ સામેલ છે. જો આ નામો સત્તાવાર રીતે બહાર આવશે તો તેના કારણે ભારતીય રાજનીતિમાં મોટા પાયે ઉથલપાથલ મચી શકે છે.