યમુના એકસપ્રેસ હાઈ-વે પર ભયાનક અકસ્માત : ૧૩ જીવતા ભડથુ-૬૬ ગંભીર

ભારે ધુમ્મસને કારણે ૮ બસ-૩ કાર વચ્ચે ટક્કર થતાં વાહનો અગનગોળો બન્યા : મૃતદેહોના ટુકડા થેલીઓમાં લઈ જવા પડયા

યમુના એકસપ્રેસ હાઈ-વે પર ભયાનક અકસ્માત : ૧૩ જીવતા ભડથુ-૬૬ ગંભીર

(એજન્સી)        મથુરા તા.૧૬
મથુરામાં યમુના એક્સપ્રેસ-હાઈ-વે પર ધુમ્મસના કારણે ૮ બસો અને ૩ કારો વચ્ચે ભયાનક ટક્કર થતા વાહનોમાં આગ લાગી ગઈ હતી. જેમાં  ૧૩ લોકો જીવતા ભુંજાઈ ગયા હતા અને ૬૬ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કારણ કે બસોમાંથી કપાયેલા અંગો મળ્યા છે. પોલીસે 
મૃતદેહોને ૧૭ પોલિથીન બેગમાં ભરીને લઈ ગઈ છે. હવે ડીએનએ ટેસ્ટથી મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.આ ભયંકર દુર્ઘટના થાણા બલદેવ વિસ્તારમાં માઇલસ્ટોન ૧૨૭ પર થઈ. પોલીસ, ફાયર બ્રિગેડ અને જીડ્ઢઇહ્લના ૫૦ જવાનો અને ૯ પોલીસ સ્ટેશનોની પોલીસે ૬ કલાકમાં બચાવ કામગીરી પૂરી કરી હતી. દુર્ઘટનાના કારણે એક્સપ્રેસ-વે પર ૩ કિમી લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો.
આ અકસ્માતને પગલે એક  રાહદારીએ પોલીસને  જાણ કરી હતી. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શી ભગવાન દાસે જણાવ્યું કે ટક્કર પછી એવું લાગ્યું જાણે બોમ્બ ફાટ્યો હોય. લોકો બસોના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા. થોડી જ વારમાં બસો બળીને રાખ થઈ ગઈ. ૧૦ મિનિટ પછી પોલીસ પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ થઈ. બસમાંથી ૧૦ થી વધુ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
ઇજાગ્રસ્તોને ૨૦ એમ્બ્યુલન્સ દ્વારા મથુરા જિલ્લા હોસ્પિટલ અને વૃંદાવન સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ ગંભીર ઇજાગ્રસ્તોને આગ્રા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે બસોમાંથી ભારે મુશ્કેલીથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.