નવેમ્બર માસમાં કડકડતી ઠંડી પડશે : હવામાન વિભાગની આગાહી

નવેમ્બર માસમાં કડકડતી ઠંડી પડશે : હવામાન વિભાગની આગાહી

(એજન્સી)        નવી દિલ્હી તા.૧:
ઠંડીએ ધીમે ધીમે પોતાની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે અને ટૂંક સમયમાં તમારે ધાબળા-રજાઈ કાઢવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગની ભવિષ્યવાણીમાં પણ આ સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ શુક્રવારે કહ્યું કે નવેમ્બરમાં દેશના મોટા ભાગ, જેમાં ઉત્તર-પમિ, મધ્ય અને પમિી ભારત સામેલ છે. આ દરમિયાન મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી ઓછું રહેવાની આશંકા છે. 
એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે નવેમ્બરમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં 
મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાનું અનુમાન છે, પણ પમિી હિમાલયી વિસ્તાર, હિમાલયની તળેટી, ઉત્તર-પૂર્વી ભારતના મોટા ભાગના વિસ્તાર અને દક્ષિણી પ્રાયદ્વીપના અમુક ભાગમાં  મેક્સિમમ ટેમ્પરેચર નોર્મલથી વધારે રહેવાની સંભાવના છે.