ફાસ્ટટેગ નહીં હોય તો પણ હવે ડબલ ચાર્જ નહીં લાગે

ફાસ્ટટેગ નહીં હોય તો પણ હવે ડબલ ચાર્જ નહીં લાગે

(એજન્સી)       જોધપુર તા.૧૫:
જો ફાસ્ટટેગ ન હોય તો ટોલ પ્લાઝા પર ડબલ ટોલ ફી ચૂકવવાની જવાબદારીમાંથી ડ્રાઇવરોને હવે આંશિક રાહત મળી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દ્ગૐછૈં) એ દેશભરમાં એક નવી સુવિધા શરૂ કરી છે, જેનાથી ડ્રાઇવરો ફાસ્ટટેગ ન હોય તો પણ બમણા ટોલ ફીના બદલે ફક્ત ૧.૨૫ ગણા ટોલ ફી ચૂકવી શકશે. આ નવી સિસ્ટમ આજથી, ૧૫ નવેમ્બરથી અમલમાં આવી છે. આ ફેરફાર લાખો ડ્રાઇવરો માટે નોંધપાત્ર રાહતરૂપ છે જેઓ ઘણીવાર તેમના ફાસ્ટટેગ રિચાર્જ ન થવાની અથવા કામ ન કરવાની સમસ્યાનો સામનો કરે છે.