‘એક દેશ - એક ચૂંટણી’ : સંસદીય સમિતિનો કાર્યકાળ વધારવામાં આવશે
(એજન્સી) નવીદિલ્હી તા.૨૫
એક દેશ એક ચૂંટણી સાથે સંકળાયેલ બંધારણ સંશોધન બીલ માટે બનેલી સંસદની સંયુકત સમિતિના કાર્યકાળ વધારવામાં આવશે. સમિતિનો કાર્યકાળ વધારવા માટે એક પ્રસ્તાવ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવ રજુ કરશે સમિતિના અધ્યક્ષ અને ભાજપ સાંસદ પી.પી. ચૌધરી. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સમિતિનો કાર્યકાળ આગામી વર્ષ ૭ જાન્યુઆરીએ શરૂ થનાર સંસદના બજેટ સત્રના છેલ્લા હપ્તા સુધી વધારવામાં આવે. આનો અર્થ છે કે હવે આ વિષય પર સમિતિનો રિપોર્ટ માર્ચના અંત સુધીમાં આવવાનું અનુમાન છે.


