ચાંદીમાં રૂા.૭ હજાર, સોનામાં રૂા. ૧૧૦૦નો ઉછાળો
નવી દિલ્હી તા.૨૫:
સોના - ચાંદીના ભાવમાં આજે વધારો થયો. MCX પર ટ્રેડિગ શરૂ થતાં જ ચાંદીના ભાવમાં રૂા.૭,૦૦૦ પ્રતિ કિલોથી વધુનો ઉછાળો આવ્યો, જ્યારે સોનાના ભાવમાં રૂા.૧,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામથી વધુનો વધારો થયો. ૫ માર્ચની ડિલિવરી માટે ચાંદી પાછલા સત્રમાં રૂા.૨,૬૦,૭૪૪ પર બંધ થઈ હતી, જ્યારે તે આજે રૂા.૨,૬૫,૯૪૪ પર ખુલી હતી. શરૂઆતના ટ્રેડિગમાં, તે રૂા.૭,૨૪૬ થી વધુ વધીને રૂા.૨,૬૭,૯૯૦ પર પહોંચી ગઈ. સવારે ૯.૩૦ વાગ્યે, તે ૫,૬૦૯ રૂપિયાના વધારા સાથે ૨,૬૬,૩૫૩ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સોનાના ભાવમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. ૨ એપ્રિલના રોજ ડિલિવરી માટેનું સોનું પાછલા સત્રમાં ૧,૫૯,૯૬૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું અને આજે તે ૧,૬૦,૯૭૭ રૂપિયા પર ખુલ્યું હતું. શરૂઆતના વેપારમાં, તે ૧,૧૦૦ રૂપિયાથી વધુ વધીને ૧,૬૧,૦૭૨ રૂપિયા પર પહોંચ્યું હતું.


