સમગ્ર રાજયમાં ધો.૧૦-૧રની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ 

સમગ્ર રાજયમાં ધો.૧૦-૧રની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ 

(બ્યુરો)              અમદાવાદ તા.૨૬
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૧૫.૨૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ ૧૭૦૧ સેન્ટર પર પરીક્ષા આપી રહ્યા છે. ધો-૧૦નું પ્રથમ ભાષાનું પેપર શરૂ થઈ ગયું છે. સુરતમાં વિદ્યાર્થીઓનું બેન્ડબાજાથી સ્વાગત કરાયું હતું તો રાજકોટમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે ગીત સાથે આવકાર અપાયો હતો. વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો.
પરીક્ષાર્થી ગેરરીતિમુક્ત વાતાવરણમાં ર્નિભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ ઝ્રઝ્ર્ફથી સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેવાની છે.