૯ વર્ષ બાદ વડાપ્રધાન મોદી ઈઝરાયલનાં પ્રવાસે રવાના : તેલઅવિવમાં ભવ્ય સ્વાગતની તૈયારી

૯ વર્ષ બાદ વડાપ્રધાન મોદી ઈઝરાયલનાં પ્રવાસે રવાના : તેલઅવિવમાં ભવ્ય સ્વાગતની તૈયારી

(એજન્સી) 
નવી દિલ્હી/તેલ અવીવ તા.રપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ઇઝરાયલ પ્રવાસે રવાના થયા છે. છેલ્લા ૯ વર્ષમાં આ તેમની બીજી ઇઝરાયલ યાત્રા છે. આ પહેલા તેઓ જુલાઈ ૨૦૧૭માં ગયા હતા.
બુધવારે રાજધાની તેલ અવીવ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી નેતન્યાહુ સાથે ખાનગી વાતચીત કરશે. મોદી આજે ઇઝરાયલની સંસદને પણ સંબોધિત કરશે. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે. આ ઉપરાંત તેઓ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પણ ભાગ લેશે અને ટેકનોલોજી પ્રદર્શનની મુલાકાત લેશે.
મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત - ઇઝરાયલ વચ્ચે હથિયારો સંબંધિત ડીલ પર વાતચીત થવાની સંભાવના છે. જેમાં ડ્રોન અને એન્ટી બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ પહેલા નેતન્યાહુએ રવિવારે કહ્યું હતું કે તેઓ તેમના પ્રિય મિત્રના ઇઝરાયલ આગમનની રાહ જાેઈ રહ્યા છે.
ઇઝરાયલી સંસદમાં થનાર મોદીનું ભાષણ સ્થાનિક રાજકારણના વિવાદમાં ઘેરાઈ ગયું છે. ઇઝરાયલનો વિપક્ષ બુધવારે સંસદના વિશેષ સત્રનો બહિષ્કાર કરવાની યોજના બનાવી રહ્યો છે. વિવાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આઇઝેક અમીતને આમંત્રિત નહી કરવાને લઈને છે.