અમેરીકામાં હરીયાણાના યુવાનની ગોળી મારીને કરપીણ હત્યા

અમેરીકામાં હરીયાણાના યુવાનની ગોળી મારીને કરપીણ હત્યા
manoramaonline

કેલીફોર્નીયા,તા.૮
અમેરિકાનાં કેલીફોર્નીયામાં ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જાહેરમાં લઘુશંકા બાબતે ઝઘડો થયા બાદ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. હરિયાણામાં જીંદ જીલ્લાનો વતની કપિલ નામનો આ ૨૬ ર્વષિય યુવક સિકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આ તકે ઈમારતની બહાર એક વ્યકિત જાહેરમાં લઘુશંકા કરતો હોવાથી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઉશ્કેરાયેલા શખ્સે ગોળીબાર કરીને કપિલની હત્યા કરી નાખી હતી. ભોગ બનેલો યુવક અઢી 
વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસ્યો હતો પનામાં જંગલ તથા મેકસીકો બોર્ડર પરથી ૪૫ લાખ વસુલીને એજન્ટે તેને અમેરીકામાં ઘુસાડયો હતો.