શૂન્ય જીએસટી કરાયો હોવા છતાં વિમા પોલીસી સસ્તી નહીં થાય : વિમો પાંચ ટકા સુધી મોંઘો બનશે

શૂન્ય જીએસટી કરાયો હોવા છતાં વિમા પોલીસી સસ્તી નહીં થાય : વિમો પાંચ ટકા સુધી મોંઘો બનશે
tosshub

(એજન્સી)      નવી દિલ્હી તા.૮:
જીએસટી  કાઉન્સિલની ૫૬મી બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો. કાઉન્સિલે આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર જીએસટી  દર ૧૮% થી ઘટાડીને શૂન્ય કરવાનો ર્નિણય લીધો. એટલે કે, હવે આરોગ્ય અને જીવન વીમા પર કોઈ જીએસટી  લાગશે નહીં. આ મુક્તિ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. આ ર્નિણય પછી, સામાન્ય માન્યતા એવી હતી કે હવે વીમા પોલિસી લેવી સસ્તી થશે, કારણ કે ૧૮% ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ એક નવા રિપોર્ટે આ આશા પર પાણી ફેરવી દીધું છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ રિસર્ચના રિપોર્ટ મુજબ, આરોગ્ય વીમા પર જીએસટી  નાબૂદ થવાથી ગ્રાહકોને લાભ થવાને બદલે પ્રીમિયમમાં ૩ થી ૫% વધારો સહન કરવો પડી શકે છે.
અત્યાર સુધી, વીમા કંપનીઓ એજન્ટોના કમિશન, જાહેરાત, પુનર્વીમા વગેરે જેવા તેમના ઓપરેશનલ ખર્ચ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ૈં્ઝ્ર) નો લાભ લેતી હતી. પરંતુ ય્જી્ નાબૂદ થતાં, આ કંપનીઓ હવે ૈં્ઝ્ર નો દાવો કરી શકશે નહીં. આનાથી તેમનું ખર્ચ માળખું બગડશે, જેને સંતુલિત કરવા માટે તેઓ પોલિસી દરોમાં ૩-૫ ટકા વધારો કરી શકે છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કંપનીઓના માજિર્નને તટસ્થ રાખવા માટે આ વધારો જરૂરી હોઈ શકે છે.