આજે SIR ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ : કેટલાક રાજયોમાં મુદ્દત વધી શકે

આજે SIR ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ : કેટલાક રાજયોમાં મુદ્દત વધી શકે

(એજન્સી)    નવી દિલ્હી,તા.૧૧: 
કેરળ સિવાય દેશના ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના ફોર્મ જમા કરાવવાની આજે છેલ્લી તારીખ છે. ચૂંટણી પંચના અધિકારીઓ ગુરુવારે ફોર્મ ડિજિટાઇઝેશન અને જમા કરાવવાની પ્રગતિની સમીક્ષા કરશે.
આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યો માટે SIRની ડેડલાઇન વધારવા પર વિચારણા થઈ શકે છે. દ્ગડ્ઢ્ફએ ચૂંટણી પંચના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ પણ તે રાજ્યોમાં શામેલ છે જ્યાં ડેડલાઇન વધારી શકાય છે. આ પહેલા પંચે કેરળ માટે છેલ્લી તારીખ ૧૧ ડિસેમ્બરથી વધારીને ૧૮ ડિસેમ્બર કરી દીધી હતી. વધારવામાં આવતી ડેડલાઈનમાં શું ગુજરાત 
પણ સામેલ હશે? આજે બેઠક દરમિયાન આ ર્નિણય લેવાઈ શકે છે.ચૂંટણી પંચે ૩૦ નવેમ્બરના રોજ SIRની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવવાનો ર્નિણય કર્યો હતો. પંચે કહ્યું હતું કે હવે અંતિમ મતદાર યાદી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.