ગોવા અગ્નિકાંડના ફરાર આરોપીઓ લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં ધરપકડ

ગોવા અગ્નિકાંડના ફરાર આરોપીઓ લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં ધરપકડ

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૧
ગોવાના ર્બિચ નાઈટ ક્લબમાં આગ લાગ્યાના પાંચમા દિવસે ક્લબના માલિકો અને ભાઈઓ સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. થાઈ પોલીસ સાથે ભાઈઓના ફોટા સામે આવ્યા છે. તેમને હાથકડી લગાવેલી છે અને તેમના હાથમાં પાસપોર્ટ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય અધિકારીઓની એક ટીમ થાઇલેન્ડ જવા રવાના થઈ ગઈ છે અને ૨૪ કલાકની અંદર લુથરા બ્રધર્સને પાછા લાવશે. ભારત પાછા લાવ્યા પછી ગોવા પોલીસ તેમને કસ્ટડીમાં લે એવી શક્યતા છે.
બ્રિચ નાઈટ ક્લબમાં ૬ ડિસેમ્બરના રોજ આગ લાગવાથી ૨૫ લોકોનાં મોત થયાં હતાં. ઘટના પછી બંને ભાઈ ભારત છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા. બંને ભાઈ પર બિનઈરાદાપૂર્વકની હત્યા અને બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈન્ટરપોલે બન્ને ભાઈઓ વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જારી કરી હતી.
બીજી બાજુ, ગોવા પોલીસે લુથરા બ્રધર્સના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે.