ભાઈ-ભત્રીજા-સગાવાદ લોકતંત્ર માટે ગંભીર અભીષાપ : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯:
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ભાઈ-ભત્રીજા-સગાવાદ અને સ્વાર્થ લોકશાહી વ્યવસ્થા માટે ગંભીર ગુના છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવાના સભ્યો દ્વારા તેમ કરવામાં આવે છે. હરિયાણા સરકારી હાઉસિગ સોસાયટીના ગવનિર્ગ બોડી દ્વારા તેના સભ્યો અને કર્મચારીઓને આપવામાં આવેલા ફલેટની ફાળવણી રદ કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આ અવલોકન કર્યું હતું.
જસ્ટીસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ગવનિર્ગ બોડીના સભ્યોએ પોતાના અને
પોતાના કર્મચારીઓના ફાયદા
માટે તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. બેન્ચે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશને રદ કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે ફાળવણી પ્રક્રિયામાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે પોતાના ર્નિણયમાં ફલેટ ફાળવવામાં ગવનિર્ગ બોડીના અધિકારીઓ દ્વારા હોદ્દાના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે ભત્રીજાવાદ અને સ્વાર્થ લોકશાહી વ્યવસ્થા માટે અભિશાપ છે, ખાસ કરીને જ્યારે તે સરકારી સેવા ધરાવતા સમાજમાં થાય છે.


