શેરબજારમાં હાહાકાર : સેન્સેક્સમાં ર૪૦૦ પોઈન્ટનો કડાકો

માત્ર પાંચ મિનિટમાં જ રોકાણકારોના રૂા.૧૩ લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં હાહાકાર : સેન્સેક્સમાં ર૪૦૦ પોઈન્ટનો કડાકો

(એજન્સી)           મુંબઈ તા.૦૯
આજે મુંબઈ શેરબજારમાં સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસના રોકાણકારો માટે ખુબજ ખરાબ સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ખુલતાની સાથે જ બહુ જ ખરાબ રીતે ક્રેશ થયા હતા. મ્જીઈ સેન્સેક્સ ૨,૪૦૦ પોઈન્ટથી વધુ ગગડ્યો, જ્યારે નિફ્ટીમાં પણ ૭૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ ક્રેશને કારણે, બજાર ખુલ્યા પછી માત્ર પાંચ મિનિટમાં રોકાણકારોના રૂા.૧૩ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (મ્જીઈ)માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે ૪૩૬ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. નિફ્ટીમાં લગભગ ૭૦૦ પોઈન્ટ (૨.૮૦%)નો ઘટાડો છે, તે ૨૩,૭૫૦ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે બેંક, ઓટો, મેટલ, એનર્જી અને હ્લસ્ઝ્રય્ શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે. ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ મોંઘવારીમાં વધારો થવાનું જોખમ ઊભું કરે છે. તેનાથી કંપનીઓના નફામાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ રોકાણકારો તેમના શેર વેચવાનું અને સુરક્ષિત સ્થળોએ રોકાણ કરવાનું શરૂ કરે છે, જેના કારણે બજારમાં ઘટાડો થાય છે. શેરબજારના ક્રેશને કારણે રોકાણકારોને થયેલા નુકસાન પર નજર કરીએ તો, શુક્રવાર, ૬ માર્ચના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટાડા પછી લગભગ ૪૪૯ લાખ કરોડ રૂપિયા હતું.પરંતુ સોમવારે, ઘટાડાના પ્રથમ પાંચ મિનિટ દરમિયાન તે ઝડપથી તૂટી પડ્યું અને ૪૩૬ લાખ કરોડથી નીચે પહોંચી ગયું. આ ગણતરી કરતાં, રોકાણકારોએ આ પાંચ મિનિટમાં આશરે રૂા.૧૩ લાખ કરોડ ગુમાવ્યા.