જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં મંદીનો માહોલ

વધતી મોંઘવારી, વરસાદ પડતો નથી જેની અસર ખરીદી પર પડી- આગામી તહેવારોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓને આશા

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં મંદીનો માહોલ

જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર ભરની બજારોમાં  હાલ મંદીનો માહોલ સર્જાયો છે. બજારોમાં ઘરાકી જાેવામળતી નથી. લોકો ખપ પુરતી ચીજવસ્તુઓ લેતા હોય છે. આમ થવાનાં કારણમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે. ઉપરાંત વરસાદ પડતો નથી તેના કારણે પણ સીધી અસર બજારોમાં પડી રહી છે.  આ વર્ષે ચોમાસાનાં પ્રારંભ સાથે શરૂઆતનાં એક અઠવાડીયાનાં સમયગાળા દરમ્યાન સારો વરસાદ પડયા બાદ જુલાઈ માસનાં દિવસોમાં ઝાંપટા રૂપે વરસાદ વરસ્યો છે. જેઠ, અષાઢમાં સરેરાશ વરસાદ કરતા પ૦ ટકા જ વરસાદ પડયો છે. એ દરમ્યાન ૧૩ ઓગષ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.  શ્રાવણ માસ દરમ્યાન ભેજમય અને વાદળછાયું વાતાવરણ દિવસ દરમ્યાન રહે છે અને શ્રાવણ માસનાં સરવડા એટલે કે વરસાદનાં હળવાથી ભારે ઝાપટા પડયા રહે છે. શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ અત્યારનાં સંજાેગોમાં ખેત પાકોને પણ વરસાદની જરૂર છે. પરંતુ હજુ સુધી જાેઈએ તેવો વરસાદ વરસ્યો નથી. બીજીતરફ આ વર્ષે ચોમાસાનાં પ્રથમ વરસાદ બાદ મેઘરાજા માત્ર હળવાથી ભારે વરસાદનાં ઝાપટા વરસાવે છે. આ વર્ષે નદીઓમાં ભારે પુરને કાળવા બે કાંઠે થઈ હોય તેવા દ્રશ્યો હજુ જાેવા મળ્યા નથી. વરસાદની સિઝન તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. જેને લઈને  ખેડુતો તેમજ લોકો સારા વરસાદની અપેક્ષા રાખી રહયા છે. આ વર્ષે વરસાદ હજુ ખેંચાઈ રહયો છે જયારે બીજીતરફ શાકભાજીથી લઈ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનાં ભાવો સતત વધી રહયા છે. આ સંજાેગોમાં લોકો ખપ પુરતી જ ચીજવસ્તુ હાલ લઈ રહયા છે. શ્રાવણ માસનાં તહેવારો શરૂ થઈ ગયા છે. પરંતુ  તેની કોઈ અસર બજારોમાં જાેવા મળતી નથી. વરસાદ ખેંચાતા અને સારા વરસાદની જરૂર છે તેવા સંજાેગોમાં હાલ સૌરાષ્ટ્રભરની  બજારોમાં તેની સીધી અસર જાેવા મળી રહી છે. અને બજારોમાં મંદીનો માહોલ જાેવા મળી રહયો છે. તહેવારોને ધ્યાને રાખી વેપારીઓ દ્વારા માલનો સ્ટોક મંગાવવામાં આવ્યો હોય છે પરંતુ  હાલ ખાસ ખરીદી જાેવા મળતી ન હોય ચિંતા પ્રસરી છે.  જાે કે આગામી દિવસોમાં રક્ષાબંધન, સાતમ-આઠમના તહેવારો દરમ્યાન ખરીદી નીકળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.