ઊનાના કંસારી ગામ નજીક ડબલ સવારી મોટર સાયકલને  કાર ચાલકે ટક્કર મારતા બે યુવાનોના ઘટના સ્થળે કરૂણ મોત

ઊનાના કંસારી ગામ નજીક ડબલ સવારી મોટર સાયકલને  કાર ચાલકે ટક્કર મારતા બે યુવાનોના ઘટના સ્થળે કરૂણ મોત

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૮
ઊના તાલુકાના કંસારી ગામ નજીક રોડ ઉપર આવેલ ભૂતડા દાદાના મંદિર પાસે ગત તા.૪/૯/૨૬ ના રોજ સવારે ઊના તાલુકાના ભડિયાદર ગામે રહેતા કુલદીપ  ભાણજીભાઈ સોલંકી (ઉ. વ. ૧૮) અને તેનો પિતરાય ભાઈ જીગર બટુકભાઈ સોલંકી (ઉ. વ. ૧૯) રે. ભડિયાદર ભડિયાર ગામે ડબલ સવારી મોટર સાયકલ ઉપર ઊના પેટ્રોલ પુરાવા આવતા હતા ત્યારે કંસારી ગામ પાસે ભૂતડા દાદા ના મંદિર પાસે વેગન આર મોટર કાર નંબર GJ 06 F 04365ના ચાલકે મોટર કાર બેદરકારીથી ચલાવી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ડબલ સવારી મોટરસાયકલને ટક્કર મારતા રોડ પાસે આવેલ પાંચ ફૂટ ઊંડા ખાડામાં મોટર સાયકલ પડી ગયું હતું અને બંને યુવાનોના ઘટના સ્થળે ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યા હતા. વેગેન આર મોટર કાર પણ ખાડામાં પડી ગઈ હતી. અને તેમાં બેઠેલ લોકો બહાર નીકળી ચાલ્યા ગયા હતા. લોકોને જાણ થતા તેમને પરિવારને ભડિયાદર જાણ કરી હતી અને તેમનો પરિવાર તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિવારના બે યુવાનોના મોત થતા પરિવાર અને ગામમાં શોક છવાઈ ગયો હતો. બન્ને યુવાનોને પોસ્ટમોર્ટમ માટે ઊના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારી ના જણાવ્યા મુજબ આ મોટર કાર જુનાગઢ જાેશીપુરા માં રહેતા દિલાવરભાઈ યુનુસભાઈ જુણેજા ચલાવતા હતા અને જૂનાગઢથી ગીરગઢડા તાલુકાના જસાધાર ગીર ગામે તેમના પરિવાર સાથે સગાને મળવા જતા હતા. અકસ્માત બાદ પરિવારના લોકોને જસાધાર ગીર સગાના ઘરે મૂકી દિલાવર ભાઈ યુનુસભાઈ જુણેજા ઊના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. પોલીસ તેમની અટક કરી પુછપછ કરતા અકસ્માતનું પ્રાથમિક કારણ બાઇક ઓવરટેક કરતી વખતે બનાવ બન્યો હશે તેમ જણાવ્યું હતું.