વધુ એક પાકિસ્તાની પ્રેમી યુગલ કચ્છ સરહદેથી ભારતમાં ઘુસ્યુ : બે મહિનામાં બીજી ઘટના

વધુ એક પાકિસ્તાની પ્રેમી યુગલ કચ્છ સરહદેથી ભારતમાં ઘુસ્યુ : બે મહિનામાં બીજી ઘટના

(બ્યુરો)                    ભુજ તા.રપ
કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (મ્જીહ્લ) દ્વારા વધુ એક પાકિસ્તાની યુગલને ઝડપી પાડવામાં આવ્યું છે. પીલર નંબર ૧૦૧૬ પાસે પાકિસ્તાનના મીઠી ગામના વતની પોપટ કુમાર (ઉંમર ૨૪,) અને ગૌરીને પકડવામાં આવ્યા હતા. છેલ્લા બે મહિના દરમ્યાન કચ્છ સરહદેથી આ બીજુ પાકિસ્તાની યુગલ ઝડપાયું છે. આ પહેલા રતનપર ખડીર વિસ્તારમાંથી તોતો અને મીના નામના પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા હતા.
આજે મ્જીહ્લના જવાનોએ સરહદી વિસ્તાર કુડા ગામ પાસેથી આ પાકિસ્તાની યુગલને ઝડપી પાડ્યું છે. હાલ મ્જીહ્લ દ્વારા યુગલની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે આવતીકાલે બાલાસર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.