“અમારી સાથે આવી જાવ” : કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભીજીત દિપકેને એનડીએમાં જાેડાઈ જવા આમંત્રણ

“અમારી સાથે આવી જાવ” : કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભીજીત દિપકેને એનડીએમાં જાેડાઈ જવા આમંત્રણ

નવી દિલ્હી તા.૧૯:
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અને સંયોજક અભિજીત દિપકેને કેન્દ્રીય મંત્રી તથા રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ અભીજીતે પોતાની પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. રિપબ્લિકન પાર્ટી (આઠવલે) કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો ભાગ છે. આઠવલેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અભિજીત દિપકેએ બાબાસાહેબ આંબેડકરનું સપનું સાકાર કરવા માટે તેમની પાર્ટી સાથે જોડાવા અંગે વિચારવું જોઈએ. તેમના જોડાવાથી સમાજની સાથે પાર્ટીને પણ વધુ મજબૂતી મળી શકે છે. દિપકેને રાજકારણમાં જોડાવાનું આમંત્રણ આપતાં આઠવલેએ કહ્યું કે સરકારની માન્યતા છે કે ખોટું કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, અમે એવી સરકાર છીએ જે માને છે કે ખોટું કરનારને સજા મળવી જોઈએ. તેથી તેમણે સત્તાધારી ગઠબંધન સાથે જોડાવું  જોઈએ.