હાફીઝ સઈદે ભારતમાં ૧૦ હજાર આતંકવાદી મોકલ્યા હોવાની મૌલવીની કબુલાત

હાફીઝ સઈદે ભારતમાં ૧૦ હજાર આતંકવાદી મોકલ્યા હોવાની મૌલવીની કબુલાત

બહાવલનગર તા.૧૯:
પાકિસ્તાન આતંકવાદીઓનું ગઢ છે. પાકિસ્તાન વારંવાર આતંકવાદીઓ દ્વારા ભારતના વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આના પુરાવા ફરી એકવાર મળ્યા છે. એક પાકિસ્તાની મૌલવીએ પોતે આતંકવાદી હાફિઝ સઈદ અને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની મૌલવી નસીર મદનીએ દાવો કર્યો છે કે હાફિઝ સઈદે દસ હજારથી વધુ આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલ્યા હતા. NDTV અનુસાર, ૧૪ ઓગસ્ટના રોજ, બહાવલનગરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંબંધિત એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા, મૌલવી નસીર મદનીએ લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક આતંકવાદી હાફિઝ સઈદ વિશે વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આતંકવાદી હાફિઝ સઈદે કાશ્મીરમાં દસ હજાર આતંકવાદીઓ મોકલ્યા હતા.