દ્વારકામાં ધ્રાબડિયા વાતાવરણમાં મેઘમહેરની ઈતેજારી વચ્ચે અરબી સમુદ્ર ગાંડોતૂર : વિશાળકાય ઉછળતાં મોજા
(પ્રતિનિધિ દ્વારા) દ્વારકા તા.૧
રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહયા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે સાંજ સુધીમાં જિલ્લાના ચારેય તાલુકા પૈકી એકપણ તાલુકામાં વરસાદ વરસ્યો નથી ત્યારે મેહમહેરની ઈંતેજારી દિન-પ્રતિદિન વધતી જાય છે. આ સાથે ધાબડિયા વાતાવરણમાં દ્વારકાના કાંઠાળા વિસ્તારોમાં અરબી સમુદ્રના પાણીમાં જબરદસ્ત કરન્ટ જોવા મળ્યો હતો અને વિશાળકાય મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માછીમારોને સલામતીના ભાગરૂપે અને ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયો ન ખેડવા અને માલસામાન સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી હતી.


