દેશના આર્થિક પાટનગર મુંબઈ (BMC)માં ભાજપનો ભગવો લહેરાયો
મહારાષ્ટ્રની ર૯માંથી ર૦ મહાનગરપાલીકાઓ પર ભાજપ-ગઠબંધનની વિજયકૂચ : મુંબઈ પર ઠાકરે પરિવારના વર્ચસ્વનો અંત
(એજન્સી) મુંબઈ તા.૧૬
મહારાષ્ટ્રમાં અત્યંત પ્રતિષ્ઠાના જંગ બનેલી બૃહદ મુંબઈ મહાનગરપાલીકા (બીએમસી) સહિત રાજયની ર૯ કોર્પોરેશનોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ-યુતિનો જયજયકાર થયો છે. પ્રારંભીક ટ્રેન્ડ મુજબ મોટાભાગની મહાનગરપાલીકાઓ પર ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ સૌથી પ્રતિષ્ઠીત ગણાતી મુંબઈ મહાનગરની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈના કુલ રર૭ બેઠકોમાંથી ૧૬૭ વોર્ડ બેઠકોના વલણ પ્રાપ્ત થયા છે. જેમાં ભાજપ ગઠબંધને ૧૦૮ બેઠકો મળી રહી છે. ભાજપને અહીં સંપૂર્ણ બહુમતીથી માત્ર ૩ બેઠકો દુર છે. તે જાેતા સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જતાં મુંબઈ મહાનગરપાલીકા પર ભાજપનો ભગવો લહેરાશે તે નિશ્ચિત બની ગયું છે. જાે તેમ થશે તો મુંબઈ મહાનગરપાલીકાના ઈતિહાસમાં એવું પ્રથમવાર બનશે કે ભાજપે એકલા હાથે બહુમતી મેળવીને સત્તા પ્રાપ્ત કરી હોય. મુંબઈ કોર્પોરેશનમાં રપ વર્ષ બાદ ઠાકરે પરિવારનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. મુંબઈમાં શિવશેના (ઉદ્વવ ઠાકરે જુથ), એનસીપી (શરદપવાર જુથ) અને સમાજવાદી પાર્ટીને પ૭ બેઠકો મળી રહી છે. જયારે કોંગ્રેસ પાર્ટીનું મુંબઈમાં કોઈ નામોનીશાન નથી. કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી રહી છે. જયારે અજીત પવારની એનસીપીનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે તેને એક પણ બેઠક મળી નથી. આમ પ્રારંભીક વલણો મુજબ મુંબઈ મહાનગરપાલીકામાં ભાજપનું શાસન આવશે તે નિશ્ચિત થઈ ગયું છે. બીજી તરફ રાજયની અન્ય નગરપાલીકામાં પૂણેમાં ભાજપને જાેરદાર જીત મળી રહી છે. પુણેની ૧૬પ બેઠકોમાંથી ૧રર બેઠકોના વલણ પ્રાપ્ત થયા છે જેમાં ભાજપ ૯૦, એનસીપી ર૦, કોંગ્રેસ અને યુબીટી ૧૦, શિવસેનાના ઉમેદવારો બે બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જયારે નાસીકની ૧રર બેઠકોમાંથી પ૩ બેઠકોના વલણ પ્રાપ્ત થયા છે. જેમાં ભાજપને ર૭, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી અને મનસે ને ૮, શિવસેના-એનસીપીને ૧૪ અન્યને ફાળે ૪ બેઠકો જઈ રહી છે. જયારે નાગપુરની ૧પ૧ બેઠકોમાંથી ૧૩૯ બેઠકોના વલણ પ્રાપ્ત થયા છે. નાગપુરમાં પણ ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં ભાજપના ઉમેદવારો ૧૦૬ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ રર બેઠક, શિવસેના ઉદ્ધવ ૧ બેઠક, એનસીપી અજીત પવાર ૧ બેઠક એનસીપી શરદ પવાર બે બેઠક પર આગળ ચાલી રહી છે. જયારે સંભાજીનગરની ૧૧પ
બેઠકોમાંથી ૭૧ના વલણ પ્રાપ્ત
થયા છે. અહીંયા ભાજપ અને
અન્ય પક્ષો વચ્ચે કાંટેકી ટક્કર થઈ રહી છે. જેમાં ભાજપને રર, શિવસેના શિંદે ૧૯, શિવસેના ઉદ્ધવ ૧૦, કોંગ્રેસ અને એનસીપી શરદ પવારને ૩, એનસીપી અજીત પવારને બે બેઠકો મળી રહી છે. જયારે અન્ય મહાનગર પાલીકાઓમાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. મુંબઈ બાદની સૌથી
મોટી નગરપાલીકા થાણે
૧૩૧ બેઠકોમાંથી ૪૩ના વલણ
પ્રાપ્ત થયા છે. થાણેમાં પણ
બીજેપી પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. જેમાં ૪૩માંથી ર૯ બેઠકો પર ભાજપના ઉમેદવારો
આગળ ચાલી રહ્યા છે. જયારે અન્ય પક્ષોના ઉમેદવારો માત્ર ૮ બેઠકો પર આગળ છે.


