આસામમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાઈ જવાથી પાંચ હાથીના કરૂણ મોત
ગત રાત્રે બનેલી ઘટનામાં હાથીઓનું ઝુંડ ટ્રેન સાથે ટકરાયું : ટ્રેનનું એન્જીન, પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા : કોઈ મુસાફરને ઈજા થઈ નથી
(એજન્સી) હોજાઈ તા.૨૦:
આસામના હોજાઈ જિલ્લામાં આજે વહેલી સવારે એક ભયાનક ઘટના બની હતી. સૈરાંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના ટોળા સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં આઠ જંગલી હાથીઓના મોત થયા છે અને એક હાથી ગંભીર રીતે ઘાયલ થયો, વન વિભાગના અધિકારીએ પુષ્ટિ આપી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોજાઈ જિલ્લા નજીક થયેલા અકસ્માતમાં આઠ હાથીઓના મોત થયા હતા. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. નોર્થઈસ્ટ ફ્રન્ટીયર રેલ્વે (દ્ગહ્લઇ) ના પ્રવક્તાએ જણાવ્યું કે ટક્કરને કારણે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત લગભગ ૨:૧૭ વાગ્યે જમુનામુખ-કામપુર સેક્શનના ચાંગજુરાઈ વિસ્તારમાં થયો
હતો. સદનસીબે, ટ્રેનમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી.


