આવતીકાલે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો તપાસ રીપોર્ટ જાહેર થવાની સંભાવના

આવતીકાલે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો તપાસ રીપોર્ટ જાહેર થવાની સંભાવના

(એજન્સી)           મુંબઈ તા.11:
ગત તા.12 જૂનના અમદાવાદમાં એરઈન્ડીયાના વિમાનની ભયાનક દુર્ઘટના જેમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૨૬૦ લોકોના મૃત્યુ થયા હતા તેનો આખરી ફાઈનલ રિપોર્ટ આવતીકાલે જાહેર થાય તેવી સંભાવના છે. એરક્રાફટ એકસીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરો આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. હવે સંભવ છે કે, આ ઓથોરિટી જેણે આ દુર્ઘટના અંગે જવાબદાર હોય તેવું એક કારણ પણ આપ્યુ નથી તે હવે તપાસનો વચગાળાનો રિપોર્ટ પણ આવી શકે છે. ખાસ કરીને એ લગભગ નિશ્ચિત થયું છે કે વિમાનની બન્ને ફયુલ સ્વીચ બંધ થઈ જતા વિમાનના બન્ને એન્જીન બંધ થઈ જવાથી ઉડાનની થોડી મિનિટોમાં જ તુટી પડયું હતું. વિશ્વમાં બનતી વિમાની દુર્ઘટનામાં ઈન્ટરનેશનલ સિવિલ એવીએશન ઓર્ગેનાઈઝેશન એનેકસ-13 જે આ પ્રકારની દુર્ઘટનાઓની તપાસ માટે માર્ગરેખા આપે છે. તેની જોગવાઈ મુજબ અકસ્માતના 1 વર્ષમાં જેને દેશએ રિપોર્ટ જાહેર કરવાનો રહે છે. જે બાદ જેને દેશની ઓથોરિટી એક વચગાળાનું નિવેદન પણ કરે છે.