ઓમાનની ખાડીમાં ઈરાન-રશિયાએ સંયુક્ત યુધ્ધ અભ્યાસ શરૂ કર્યો : સમગ્ર વિશ્વનું ટેન્શન વધ્યું

ઓમાનની ખાડીમાં ઈરાન-રશિયાએ સંયુક્ત યુધ્ધ અભ્યાસ શરૂ કર્યો : સમગ્ર વિશ્વનું ટેન્શન વધ્યું

(એજન્સી)      વોશિંગ્ટન તા.૨૦:
અમેરિકા ચાલુ સપ્તાહના અંત સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે તેવા સંકેત વચ્ચે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ સમજુતી માટે ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપતા ઈરાન સામે અમેરિકા પણ વિકલ્પ વિચારતુ હોવાના સંકેત મળ્યા છે.
જો કે ઈરાન જરાપણ ગફલતમાં રહેવા માગતુ નથી અને તે વચ્ચે હવે રશિયાએ પણ સક્રિયતા દર્શાવી ઓમાનની ખાડીમાં અને હીન્દ મહાસાગરમાં ઈરાન સાથે નૌકાદળ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દેતા સમગ્ર સ્થિતિમાં એક નવો વળાંક આવી ગયો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઈરાને જો પરમાણુ સમજુતી માટે તૈયાર હોય તો તેની પાસે ૧૦-૧૫ દિવસનો સમય છે અને તે સમયમાં કોઈ મહત્વપૂર્ણ સમજુતી નહી થાય તો ઈરાનની સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ હશે અને અમેરિકા આગળનું કદમ ઉઠાવી શકે છે.