ઈરાનના ભૂતપૂર્વ સુપ્રિમ લીડર આયાતોલ્લાહ ખામેનાઈની અંતિમ યાત્રા : લાખો લોકો ઉમટી પડયા

એક અંદાજ મુજબ બે કરોડથી વધુ લોકોની ઉપસ્થિતિ : પોતાના પ્રિય નેતાને શ્રધ્ધાંજલી આપવા પહોંચેલા ઈરાની લોકોની આંખોમાંથી આંસુઓનો દરિયો વહ્યો : ભારે શોક અને આઘાતની લાગણી સાથે અભૂતપૂર્વ દૃશ્યો જાેવા મળ્યા

ઈરાનના ભૂતપૂર્વ સુપ્રિમ લીડર આયાતોલ્લાહ ખામેનાઈની અંતિમ યાત્રા : લાખો લોકો ઉમટી પડયા

(એજન્સી)             તહેરાન તા.6
ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રા આજે સવારે તેહરાનમાં શરૂ થઈ ગઈ છે. અંતિમ યાત્રામાં સામેલ થવા માટે સવારથી જ લાખો લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા છે. ઈરાની પ્રજા તેમના શહિદ નેતાની વિદાયના ગમમાં છાતી પીટતા અને ચોધાર આંસુએ રડતા હોવાના દૃશ્યો વાયરલ થતાં વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. કારણ કે, અમેરીકા  દ્વારા ઈરાનના લોકો સત્તા વિરોધી હોવાનો જે અપપ્રચાર કરવામાં આવ્યો હતો, તે સદંતર ખોટો હતો. તેનાથી તદ્દન વિપરીત ઈરાની જનતા સરકાર અને સુપ્રિમ લીડરના સંપૂર્ણ સમર્થનમાં હોવાનું સાબિત થયું છે. આજે તહેરાનની સડકો પર જે દૃશ્યો જાેવા મળી રહ્યા છે તે માનવ સભ્યતાના ઈતિહાસમાં અભૂતપૂર્વ હોવાનું મનાઈ રહ્યું છે. વિશ્વના કોઈપણ દિવંગત નેતાની અંતિમ યાત્રામાં આટલી વિશાળ સંખ્યા અને આટલી ભાવુકતા કયારેય જાેવા મળી નથી. તેમ અંતિમ યાત્રાનું કવરેજ કરી રહેલ વિશ્વની વિવિધ અગ્રણી ચેનલો તેમના રીપોર્ટીંગમાં દર્શાવી રહી છે.
ખામેનીનો ર્પાથિવ દેહ ગ્રાન્ડ મોસલ્લાથી અંતિમ યાત્રા માટે રવાના કરવામાં આવ્યો હતો. આ યાત્રા લગભગ 10 કિલોમીટર લાંબા રૂટ પરથી પસાર થશે અને તે 10 થી 12 કલાક સુધી ચાલવાનો અંદાજ છે.
અંતિમ યાત્રા પછી ખામેનીના ર્પાથિવ દેહને આગળની ધામિર્ક વિધિઓ માટે કોમ લઈ જવામાં આવશે. સમગ્ર માર્ગ પર સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. આ પહેલા ગઈકાલે તહેરાન ખાતે આયાતોલ્લાહ ખામેનાઈના તાબુતને શ્રધ્ધાંજલી આપવાનો સત્તાવાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશ્વના 70 થી વધુ દેશોમાંથી આવેલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન દરજ્જાના નેતાઓ, રાજદ્વારી પ્રતિનિધિ મંડળોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ દેશોમાં મુખ્યત્વે ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, સઉદી અરબ, કતાર, ઓમાન, તુર્કી, આઝરબૈજાન, કિર્ગીસ્તાન, ઉજબેકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશીયા, અફઘાનિસ્તાન, મલેશિયા, ઈરાક વગેરે મુખ્ય દેશો છે.