પાક. કબ્જાગ્રસ્ત ગિલગીટ, બાલ્ટીસ્તાનમાં આવતીકાલે ચૂંટણી : ભારતનો ભારે વિરોધ
(એજન્સી) નવી દિલ્હી તા.06
પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 7 જૂને યોજાનારી વિધાનસભા ચૂંટણીનો ભારતે સખત વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન જે ક્ષેત્ર પર ગેરકાયદેસર અને બળજબરીપૂર્વક કબજો કરી રહ્યું છે, ત્યાં ચૂંટણી કરાવવાની તેની યોજના સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, જેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન પણ સામેલ છે, તે ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેથી પાકિસ્તાનને તે વિસ્તારોમાં કોઈપણ પ્રકારની રાજકીય પ્રક્રિયા ચલાવવાનો કોઈ અધિકાર નથી.


