'ઓપરેશન ધુરંધર'નો ડર ટોચના કમાન્ડરોની સતત હત્યાથી આતંકી સંગઠનોમાં ભય
જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ અકસ્માતમાં મોત
ઇસ્લામાબાદ તા.30
બહાવલપુરમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહર શંકાસ્પદ અકસ્માતમાં માર્યો ગયો છે.
માહિતી અનુસાર, રસ્તા પર ચાલતા સમયે ઝડપી કારની ટક્કરથી તેનો સ્થળ પર જ મોત થયું.
મહત્વની વાત એ છે કે માત્ર બે દિવસ પહેલા જ, ખૈબર પખ્તુનખ્વાહમાં જૈશના બીજા કમાન્ડર યુસુફ આફરીદીને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો હતો.
પહેલગામ હુમલા બાદ અત્યાર સુધીમાં 10થી વધુ ટોચના આતંકીઓના મોતથી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદમાં ખળભળાટ મચ્યો છે.
સૂત્રો મુજબ, આ બધા હત્યાઓ એક જ પેટર્નથી થઈ રહી છે બાઈક પર આવેલા હુમલાખોરો નજીકથી ગોળી મારીને ફરાર થઈ જાય છે.
પાકિસ્તાનમાં હવે ચર્ચા છે કે આ ‘સાયલન્ટ ઓપરેશન’ પાછળ કોઈ ટ્રેન્ડ ટીમ કામ કરી રહી છે.
જોકે, પાકિસ્તાન સરકારે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.


